અમે તમારી વાંસળીઓ ને તમે અમારા સૂર : શ્યામ ! ઓ સાંવરીયા !
અમે તમારી પાસે ને નહી તમે શ્વાસથી દૂર : શ્યામ ! ઓ સાંવરીયા !
અમે તમારા મોરપિચ્છમાં રેશમ જેવો રંગ :
તમે અમારે માથે છલકો : યમુનાનો આનંદ.
જનમજનમને ઘાટ તમારી શરદપૂનમનું પૂર;
શ્યામ ! ઓ સાંવરીયા !
અમે તમારો પંથ : પંથ પર પગલીઓ છે પાવન:
મોહનનું આ રૂપ નિરાળું રમતું રહે સનાતન,
નહીં અવરની આવનજાવન : હૈયું માધવપુર !
શ્યામ ! ઓ સાંવરીયા !
No comments:
Post a Comment